Covid-19 Vaccine પર આવ્યા ખુબ સારા સમાચાર, બની ગઈ 'સુપર વેક્સીન', ટેસ્ટિંગના પરિણામ જબરદસ્ત
અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોવિડ-19 (Covid-19) માટે એવી વેક્સીન (Vaccine) બનાવી છે જે અનેકગણી વધારે એન્ટીબોડી પેદા કરે છે. આ વેક્સીનનો પ્રાણીઓ પર ટેસ્ટ થયો છે.. અને તેના ચોંકાવનારા પરિણામ આવી રહ્યા છે.
Trending Photos
દુનિયામાં રોજેરોજ કોરોનાના કેસ (Corona virus Cases) વધી રહ્યા છે, અને મૃત્યુનો આંકડો પણ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. આટલું ઓછું હોય તેમ યૂરોપમાં કોરોનાની સેકંડ વેવ શરૂ થઈ ગઈ છે. કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે દુનિયાભરના દેશ પોતાના નાગરિકો માટે વેક્સીન મેળવવા માટેની તૈયારી કરી રહ્યા છે. ત્યારે અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોવિડ-19 (Covid-19) માટે એવી વેક્સીન (Vaccine) બનાવી છે જે અનેકગણી વધારે એન્ટીબોડી પેદા કરે છે. આ વેક્સીનનો પ્રાણીઓ પર ટેસ્ટ થયો છે.. અને તેના ચોંકાવનારા પરિણામ આવી રહ્યા છે. સેલ નામના જર્નલમાં પબ્લિશ સ્ટડી પ્રમાણે વેક્સીને ઉંદરમાં વેક્સિનની ડોઝ 6 ગણી ઓછી કર્યા પછી પણ 10 ગણી વધારે એન્ટીબોડી જનરેટ કરી. આ ઉપરાંત વેક્સીને શક્તિશાળી બી સેલ ઈમ્યુન રિસ્પોન્સ પણ બતાવ્યો.
જેનાથી આ વેક્સીનના લાંબા સમય સુધી અસરદાર થવાની આશાને બળ મળ્યું છે. આ સ્ટડી પ્રમાણે આ કોરોના વાયરસની રસી મહદ અંશે એક વાયરસની નકલ કરે છે. જેના કારણે વેક્સીનની ઈમ્યુન રિસ્પોન્સ ટ્રિગર કરવાની ક્ષમતા વધી ગઈ છે. સ્ટડીના આધારે સ્ટડીના કો-ઓથરે કહ્યું કે અમને આશા છે કે અમારા નેનો પાર્ટિકલ પ્લેટફોર્મથી આ મહામારી સામે લડવામાં મદદ મળશે. આ વેક્સીનને લાઈસેન્સસ યુનિવર્સિટી કોઈપણ ચાર્જ વિના આપવા તૈયાર છે.
હવે તમને એમ થતું હશે કે વૈજ્ઞાનિકોએ કેવી રીતે વેક્સીન બનાવી. તો તેની વાત કરીએ તો.
- વેક્સીન તૈયાર કરવા માટે વાયરસના સંપૂર્ણ સ્પાઈક પ્રોટીનનો ઉપયોગ કર્યો નહીં
- આ વેક્સીન સ્પાઈક પ્રોટીનના રિસેપ્ટર બાઈડિંગ ડોમેનના 60 ટકા ભાગની નકલ કરે છે
- તે પોતાને અસેમ્બલ કરનારું પ્રોટીન બનાવી લે તો વાયરસ જેવો દેખાય છે
- આ વેક્સીનને સાર્સ-COV2ના સ્પાઈક પ્રોટીન પર ટેસ્ટ કર્યો તો આ પરિણામ સામે આવ્યું
ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ, ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલા જેવી 3 કંપનીઓ વેક્સીનની રેસમાં સૌથી આગળ ચાલી રહી છે. જો બધું બરાબર રહેશે તો જાન્યુઆરી મહિનામાં ભારતના લોકોને રસી આપવામાં આવશે તેવો દાવો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યો છે.
હવે તમારા મનમાં સવાલ થતો હશે કે કોરોનાની વેક્સીન બની ગઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેની કિંમત કેટલી હશે. તેના પર નજર કરીએ તો.
- અમેરિકાની મોડર્ના કંપનીની વેક્સીનની કિંમત 4700થી 5500 રૂપિયા હશે
- જ્યારે ફિઝર કંપનીની વેક્સીનની કિંમત 2886 રૂપિયા હશે
- બ્રિટનની ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીનની કિંમત 450થી 600 રૂપિયા હશે
- સનોફી અને જીએસકેની વેક્સીનની કિંમત યૂરોપમાં 1480 રૂપિયા હશે
- તો જોન્સન એન્ડ જોન્સનની વેક્સીનની કિંમત 1480 રૂપિયા હશે
- જ્યારે ચીનની સિનોવેક બાયોટેકની કિંમત 4440 રૂપિયા હશે
- ભારતમાં નોવાવેક્સની કિંમત 480 રૂપિયા હશે
- ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનની ભારતમાં કિંમત 700થી લઈ 2000 રૂપિયા સુધી હશે
કોરોનાની જે વેક્સીનની આપણે વાત કરી રહ્યા છીએ. તે બધી ડબલ ડોઝવાળી છે. એટલે જ્યારે તે બજારમાં ઉપલબ્ધ થશે ત્યારે તેના બે ડોઝ મૂકવામાં આવશે. જેમાં કેટલાંક 14 દિવસના અંતરે લાગશે. તો કેટલાંક 21 દિવસ કે 28 દિવસ પછી. હાલ તો આખી દુનિયાના લોકો વેક્સીન માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારે આશા રાખીએ કે ઝડપથી વેક્સીન લોકોને મળે અને કોરોના નામની મહામારીનો વિનાશ થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે